નવી દિલ્હીઃ સમગ્ર દેશનું સંચાલન જ્યાંથી થાય છે તે સંસદ ભવન તેનો નવો આકાર લઈ ચૂક્યું છે, જેનું નિર્માણ કર્યું છે એક ગુજરાતી આર્કિટેક્ટ બિમલ પટેલે. આ નવા સંસદ ભવનનું 28 મેએ પ્રધાનમંત્રી મોદી ઉદઘાટન કરશે. ત્રિકોણ આકારમાં બનાવવામાં આવેલું નવું સંસદ ભવન 65000 ચોરસમીટરમાં ફેલાયેલું છે.
લોકસભા સચિવાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવા સંસદ ભવનનું નિર્માણ રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું છે, જેની આધારશિલા 10 ડિસેમ્બર 2020ના રોજ પ્રધાનમંત્રી મોદીએ રાખી હતી. નવા સંસદ ભવનનું કન્સ્ટ્રક્શન ટાટા પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ આ બિલ્ડિંગની વિશેષ ડિઝાઇન મૂળે ગુજરાતી અને અમદાવાદના બિમલ પટેલે કરી છે. જેઓ અગાઉ પણ અનેક જાણીતી બિલ્ડિંગને ડિઝાઇન કરી ચૂક્યા છે.
કેવું છે નવું સંસદ ભવન?
ત્રિકોણ આકારમાં બનાવવામાં આવેલું નવું સંસદ ભવન ચાર માળનું છે, જે 65000 ચોરસ મીટરના પરિસરમાં ફેલાયેલું છે. અને તેને બનાવવાનો ખર્ચ રૂ. 862 કરોડ થયો છે. નવા સંસદ ભવનમાં લોકતંત્રની વિરાસતને તાદૃશ્ય કરતા સંવિધાન હોલ સિવાય સંસદ સભ્યો માટે લાઉન્જ, કમિટી રૂમ, ડાઇનિંગ એરિયા અને વિશાળ પાર્કિંગ સ્પેસ બનાવવામાં આવી છે. નવા સંસદ ભવનના 3 મુખ્ય પ્રવેશદ્વાર – જ્ઞાનદ્વાર, શક્તિદ્વાર અને કર્માદ્વાર છે, જેના દ્વારા વીવીઆઇપી, સાંસદો અને વિઝિટર્સની એન્ટ્રી અલગ અલગ થશે. આ ઉપરાંત તેમાં લોકસભાના 888 અને રાજ્યસભાના 300 સાંસદોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો બંને સદનની સંયુક્ત બેઠક કરવામાં આવે તો એક સમયે તેમાં 1280 સાંસદ પણ બેસી શકશે. હાલના સંસદભવનમાં લોકસભામાં 550 અને રાજ્યસભામાં 240 સભ્યોના બેસવાની વ્યવસ્થા છે, જે 1927માં તૈયાર કરવામાં આવ્યું હતું.
કોણ છે નવા સંસદ ભવનના નિર્માણકાર?
સરકાર દ્વારા આમ તો નવા સંસદ ભવનનું કામ ટાટા પ્રોજેક્ટને સોંપવામાં આવ્યું છે, પરંતુ તેની ડિઝાઇન આર્કિટેક્ટ બિમલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મૂળે અમદાવાદી બિમલ પટેલ અમદાવાદ સેપ્ટ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પણ છે. સાથે જ તેઓ આર્કિટેક્ટ, પ્લાનિંગ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ફર્મ એચસીપી ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા.લિ.ને પણ લીડ કરે છે. આર્કિટેક્ચર અને પ્લાનિંગમાં અસાધારણ કામ બદલે તેમને વર્ષ 2019માં પદ્મશ્રીથી સન્માનિત પણ કરાયા હતા.
બિમલ પટેલે સૌપ્રથમ અમદાવાદમાં એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ડિઝાઇન કરી, જેના માટે 1992માં તેમને આગાખાન એવોર્ડ ફોર આર્કિટેક્ચરથી સન્માનિત કરવામાં આવ્યા તે બાદ તેમણે ઘર, ઇન્સ્ટિટ્યૂશન, ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ અને અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર કામ કર્યું. કાંકરિયા લેક ડેવલપમેન્ટ અને સાબરમતી રિવરફ્રન્ટ જેવા અર્બન ડિઝાઇન પ્રોજેક્ટ કર્યા છે.
આ સિવાય વિશ્વનાથધામ કાશી વિશ્વનાથ મંદિર, ગુજરાતમાં મંત્રીઓના બ્લોક અને સચિવાલય, આગાખાન એકેડેમી - હૈદરાબાદ, પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી - અમદાવાદ, ટાટા સીજીપીએલ ટાઉનશિપ – મુંદ્રા, આઇઆઇએમ – અમદાવાદનું નવું કેમ્પસ, સી.જી. રોડ ડેવલપમેન્ટ – અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટ, એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ – અમદાવાદ પ્રોજેક્ટ પણ બિમલ પટેલે સુંદર રીતે પૂર્ણ કર્યા છે.
બિમલ પટેલનો અભ્યાસ
બિમલ પટેલે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેમણે સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજીની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાંથી આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો હતો. 1984માં CEPTમાંથી આર્કિટેક્ચરમાં તેમની પ્રથમ વ્યાવસાયિક ડિગ્રી મેળવ્યા પછી બિમલ પટેલ બર્કલેમાં રહેવા ગયા. ત્યાં તેણે કોલેજ ઓફ એન્વાયર્નમેન્ટલ ડિઝાઇનમાં અભ્યાસ કર્યો. 1995માં તેમણે પીએચડીની ડિગ્રી મેળવી.
સંસદભવનના ઉદઘાટન મુદ્દે વિવાદ
28 મેએ પ્રધાનમંત્રી મોદી દ્વારા નવા સંસદ ભવનના ઉદઘાટન અંગે રાહુલ ગાંધી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ અંગે લખ્યું છે કે સંસદના નવા ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે થવું જોઈએ, પ્રધાનમંત્રીના હાથે નહીં. ઉલ્લેખનીય છે કે 18 મેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિડલા દ્વારા પ્રધાનમંત્રીને નવા ભવનનું ઉદઘાટન કરવા અંગે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તમામ વિપક્ષો અને કોંગ્રેસ દ્વારા નવા બિલ્ડિંગના ઉદઘાટનની તારીખને લઈને પણ સવાલ ઊભા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે આ અંગે કહ્યું હતું કે, 28 મેએ હિન્દુત્વ વિચારક વિનાયક દામોદર સાવરકરની જયંતી છે. આ જ દિવસે સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું રાષ્ટ્ર નિર્માતાઓનું અપમાન છે.
નવી દિલ્હીઃ સમગ્ર દેશનું સંચાલન જ્યાંથી થાય છે તે સંસદ ભવન તેનો નવો આકાર લઈ ચૂક્યું છે, જેનું નિર્માણ કર્યું છે એક ગુજરાતી આર્કિટેક્ટ બિમલ પટેલે. આ નવા સંસદ ભવનનું 28 મેએ પ્રધાનમંત્રી મોદી ઉદઘાટન કરશે. ત્રિકોણ આકારમાં બનાવવામાં આવેલું નવું સંસદ ભવન 65000 ચોરસમીટરમાં ફેલાયેલું છે.લોકસભા સચિવાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવા સંસદ ભવનનું નિર્માણ રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું છે, જેની આધારશિલા 10 ડિસેમ્બર 2020ના રોજ પ્રધાનમંત્રી મોદીએ રાખી હતી. નવા સંસદ ભવનનું કન્સ્ટ્રક્શન ટાટા પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ આ બિલ્ડિંગની વિશેષ ડિઝાઇન મૂળે ગુજરાતી અને અમદાવાદના બિમલ પટેલે કરી છે. જેઓ અગાઉ પણ અનેક જાણીતી બિલ્ડિંગને ડિઝાઇન કરી ચૂક્યા છે.કેવું છે નવું સંસદ ભવન?ત્રિકોણ આકારમાં બનાવવામાં આવેલું નવું સંસદ ભવન ચાર માળનું છે, જે 65000 ચોરસ મીટરના પરિસરમાં ફેલાયેલું છે. અને તેને બનાવવાનો ખર્ચ રૂ. 862 કરોડ થયો છે. નવા સંસદ ભવનમાં લોકતંત્રની વિરાસતને તાદૃશ્ય કરતા સંવિધાન હોલ સિવાય સંસદ સભ્યો માટે લાઉન્જ, કમિટી રૂમ, ડાઇનિંગ એરિયા અને વિશાળ પાર્કિંગ સ્પેસ બનાવવામાં આવી છે. નવા સંસદ ભવનના 3 મુખ્ય પ્રવેશદ્વાર – જ્ઞાનદ્વાર, શક્તિદ્વાર અને કર્માદ્વાર છે, જેના દ્વારા વીવીઆઇપી, સાંસદો અને વિઝિટર્સની એન્ટ્રી અલગ અલગ થશે. આ ઉપરાંત તેમાં લોકસભાના 888 અને રાજ્યસભાના 300 સાંસદોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો બંને સદનની સંયુક્ત બેઠક કરવામાં આવે તો એક સમયે તેમાં 1280 સાંસદ પણ બેસી શકશે. હાલના સંસદભવનમાં લોકસભામાં 550 અને રાજ્યસભામાં 240 સભ્યોના બેસવાની વ્યવસ્થા છે, જે 1927માં તૈયાર કરવામાં આવ્યું હતું.કોણ છે નવા સંસદ ભવનના નિર્માણકાર?સરકાર દ્વારા આમ તો નવા સંસદ ભવનનું કામ ટાટા પ્રોજેક્ટને સોંપવામાં આવ્યું છે, પરંતુ તેની ડિઝાઇન આર્કિટેક્ટ બિમલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મૂળે અમદાવાદી બિમલ પટેલ અમદાવાદ સેપ્ટ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પણ છે. સાથે જ તેઓ આર્કિટેક્ટ, પ્લાનિંગ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ફર્મ એચસીપી ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા.લિ.ને પણ લીડ કરે છે. આર્કિટેક્ચર અને પ્લાનિંગમાં અસાધારણ કામ બદલે તેમને વર્ષ 2019માં પદ્મશ્રીથી સન્માનિત પણ કરાયા હતા.બિમલ પટેલે સૌપ્રથમ અમદાવાદમાં એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ડિઝાઇન કરી, જેના માટે 1992માં તેમને આગાખાન એવોર્ડ ફોર આર્કિટેક્ચરથી સન્માનિત કરવામાં આવ્યા તે બાદ તેમણે ઘર, ઇન્સ્ટિટ્યૂશન, ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ અને અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર કામ કર્યું. કાંકરિયા લેક ડેવલપમેન્ટ અને સાબરમતી રિવરફ્રન્ટ જેવા અર્બન ડિઝાઇન પ્રોજેક્ટ કર્યા છે. આ સિવાય વિશ્વનાથધામ કાશી વિશ્વનાથ મંદિર, ગુજરાતમાં મંત્રીઓના બ્લોક અને સચિવાલય, આગાખાન એકેડેમી - હૈદરાબાદ, પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી - અમદાવાદ, ટાટા સીજીપીએલ ટાઉનશિપ – મુંદ્રા, આઇઆઇએમ – અમદાવાદનું નવું કેમ્પસ, સી.જી. રોડ ડેવલપમેન્ટ – અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટ, એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ – અમદાવાદ પ્રોજેક્ટ પણ બિમલ પટેલે સુંદર રીતે પૂર્ણ કર્યા છે.બિમલ પટેલનો અભ્યાસબિમલ પટેલે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેમણે સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજીની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાંથી આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો હતો. 1984માં CEPTમાંથી આર્કિટેક્ચરમાં તેમની પ્રથમ વ્યાવસાયિક ડિગ્રી મેળવ્યા પછી બિમલ પટેલ બર્કલેમાં રહેવા ગયા. ત્યાં તેણે કોલેજ ઓફ એન્વાયર્નમેન્ટલ ડિઝાઇનમાં અભ્યાસ કર્યો. 1995માં તેમણે પીએચડીની ડિગ્રી મેળવી.સંસદભવનના ઉદઘાટન મુદ્દે વિવાદ28 મેએ પ્રધાનમંત્રી મોદી દ્વારા નવા સંસદ ભવનના ઉદઘાટન અંગે રાહુલ ગાંધી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ અંગે લખ્યું છે કે સંસદના નવા ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે થવું જોઈએ, પ્રધાનમંત્રીના હાથે નહીં. ઉલ્લેખનીય છે કે 18 મેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિડલા દ્વારા પ્રધાનમંત્રીને નવા ભવનનું ઉદઘાટન કરવા અંગે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તમામ વિપક્ષો અને કોંગ્રેસ દ્વારા નવા બિલ્ડિંગના ઉદઘાટનની તારીખને લઈને પણ સવાલ ઊભા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે આ અંગે કહ્યું હતું કે, 28 મેએ હિન્દુત્વ વિચારક વિનાયક દામોદર સાવરકરની જયંતી છે. આ જ દિવસે સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું રાષ્ટ્ર નિર્માતાઓનું અપમાન છે.


